ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે
જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે,
22 જૂને ભારે વરસાદ અને 23 – 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે જ્યારે તારીખ 22 જૂને ભારે વરસાદ અને તારીખ 23 – 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જોકે ચોમાસું સમયસર આવી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં એટલે કે શરૂઆતના 15 દિવસમાં વરસાદનું જોર ધીમું રહેશે, જોકે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર રીતે વધુ રહેશે. આ ઉપરાંત જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત્ હોવાનું પણ જણાવાયું છે, જે ગરમીથી રાહત આપનારા સમાચાર છે. આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીમાં વધુ છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે. જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ભારતના મુખ્ય ભૂમિ પર વહેલી અને ઝડપી પ્રગતિ દર્શાવી છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ 27 મેના રોજ થયો, જે સામાન્ય 1 જૂનની શરૂઆતની તારીખ કરતાં પાંચ દિવસ વહેલો છે. આ 2009 પછી મુખ્ય ભૂમિ ભારતમાં સૌથી વહેલા ચોમાસાના આગમનોમાંનો એક છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *