ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો
અમદાવાદમાં વધતા કોરોના કેસ વચ્ચે આરોગ્ય વિભાગ એક્શનમાં.
અસારવા સિવિલ હોસ્પિટલમાં યોજાઈ ઓક્સિજન મોકડ્રીલ.
હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવામાં આવ્યો.
ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. આજે એક જ દિવસમાં 68 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે. હાલ જે એક્ટિવ કેસ છે તેમાં 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 254 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICU માં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળક અત્યારે બે દિવસનું છે. તેનું વજન ઓછું હોવાથી NICUમાં રાખવામાં આવ્યું છે. હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકની નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. 8 મહિનાના બાળકને અનેક તકલીફ છે અને તે સિરિયસ હોવાથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ હેલ્પલાઈન નંબર 104 જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે એક જ દિવસમાં નવા 68 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે. જેમાં 11 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 254 હોમ આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલમાં જે કેસ જોવા મળે છે તે ઓમીક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ L.F.7.9 અને XFG રિકોમ્બીનેન્ટ છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો જોવા મળે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી