સુરતમાં સીકલીગર ગેંગનો મુખ્ય આરોપી દબોચાયો
26 વર્ષની ઉંમરમાં ગુરુચરણસિંહ 23 ગુન્હામાં સામેલ
આરોપી 263 જેટલા ગુનાઓમાં હતો સામેલ
263 જેટલા ગુનાઓમાં શામેલ રહેલા ખૂંખાર સીકલીગર ગેંગના મુખ્ય આરોપીની સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી છે. 26 વર્ષના આરોપીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23 ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો અને સુરત ખાતે મજૂરી કરી રહ્યો હતો.
આ ગેંગના લીડર જોગીંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોકસિંહ સીકલીગર ઉર્ફે ભોંડએ પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઉભું કર્યું હતું, ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ગુનાઓ જેમાં ઘરફોડ ચોરીઓ, લૂંટ અને ચેઇન સ્નેચીંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશને ગુજ્સીટોક હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ગુજ્સીટોક એકટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ 15 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા પરંતુ, આરોપી ગુરુચરણસિંહ સીકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસને નાસતા ફરતા હતા.સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સીકલીગરને ભેસ્તાન રેલ્વે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો. આરોપી ઉંમર 26, કે જે હાલ ભેસ્તાન, ઉમીદનગર વિસ્તારમાં સેન્ટીંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાયું છે પણ તેની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુરુચરણસિંહે અગાઉ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ 23થી વધુ ગુનાઓમાં સંડોવણી છે. જેમાં વાહન ચોરીના 7, ચેઇન સ્નેચીંગના 2 અને ઘરફોડ ચોરીના 14 ગુનાઓનો સમાવેશ થાય છે.આ આરોપી મોડી રાત્રે પહેલા વાહન ચોરી કરી, ત્યારપછી આ ચોરાયેલા વાહનોનો ઉપયોગ કરીને ઘરોમાં ઘુસી ચોરી અને સ્નેચીંગ કરતા હતા અને પછી વાહન બીનવારસી છોડી દેતાં હતા .ગુરુચરણસિંહ પોતે બે વખત પાસામાં પણ જઈ ચૂક્યો છે અને જ્યારે ગુજ્સીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી વડોદરા છોડીને સુરત શહેરમાં સંતાઈને ફરતો હતો. આ ગેંગના સદસ્યોના નામો પણ રાજ્યભરમાં ચર્ચામાં છે, જેમાં લીડર જોગીંદરસિંહ ઉર્ફે ભોંડ, રાજેન્દ્રસિંહ ટાંક, શેરૂસિંહ સીકલીગર, કલ્લુસિંહ બાવરી, કબીરસિંહ છોટા કબીર સહિત કુલ 17 આરોપીઓ જાહેર કરવામાં આવ્યા છે.