થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ એકશનમાં

Featured Video Play Icon
Spread the love

થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ એકશનમાં
કાયદાનુ ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી
7000 પોલીસ જવાનો રસ્તા પર વોચ રાખશે

થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ એકશનમાં આવી ગઈ છે. તો કાયદાનુ ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા 7000 પોલીસ જવાનો રસ્તા પર વોચ રાખશે તેમ જણાવાયુ હતું.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા થર્ટી ફસ્ટને લઈ નિવેદન અપાયુ હતું. સુરતમાં થર્ટી ફર્સ્ટને લઈ કેટલાક લોકો છાંકટા બનતા હોય છે જેને લઈ નશો કરીને નીકળશ તો પોલીસ સીધા જ જેલમાં નાંખશે. જે માટે સુરત પોલીસ

દ્વારા સાત હજાર જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરાશે. સુરતમાં 13 જેટલા સ્થળો પર થર્ટી ફસ્ટનુ આયોજન કરાયુ છે. જો કે સુરત પોલીસ શહેરભરમાં થર્ટી ફસ્ટને લઈ બંદોબસ્તમાં રહેશે અને બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરશે. સાથે ડ્રોનથી નજર પણ રાખશે. તો આ અંગે વધુ માહિતી અનુપમસિંહ ગહલૌત દ્વારા અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *