સુરત : ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવડાવી

Featured Video Play Icon
Spread the love

સુરત : ઠંડાઈમાં ભાંગ મિક્સ કરી પીવડાવી
ભાંગ ભેળવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું
બેભાન થઈ તો અશ્લીલ વીડિયો બનાવ્યો
બે વર્ષ સુધી કર્યો બળાત્કાર, 14 લાખ પડાવ્યા

ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારોમાં પરિણીત મહિલાઓ સામે થયેલા ગંભીર ગુનાહોના કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું, જ્યારે બીજા કિસ્સામાં લગ્નના વચન આપીને અઢી વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસે બંને કેસોમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે, જે મહિલાઓ સામે વધતા ગુનાહો પ્રત્યે ચિંતા વધારી રહ્યા છે.

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ માધવ રેસિડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીતભાઈ પવારએ અઢી વર્ષ પહેલાં એક પરિણીત મહિલા સાથે મિત્રતા કરી હતી. હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નશીલું પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કર્યો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું, જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતુ. તેમજ વેસુ, અલથાણ અને દમણની હોટલોમાં તેને લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતાં. વધુમાં વીડિયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી 3.70 લાખ રોકડા અને 10.30 લાખના દાગીના કુલ મળીને 14 લાખની રકમ વસૂલી હતી. આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ બળાત્કાર, બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *