સુરતમાં મીની વાવાઝોડાથી સોલાર પેનલ ઉડી
હનીપાર્ક રોડ પર સ્થિત અભિનવ સોસાયટીનો બનાવ
મોદી રાત્રે ભારે પવનના કારણે બની ઘટના
સુરતમાં કમોસમી વરસાદના અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની સાથે સાથે સોલાર પેનલ પડવાના બનાવો બન્યા હતાં. અઢાજણમાં સોસાયટીના મકાનમાં પર લગાયેલ સોલાર પેનલ પડી જતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. જેમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની સાથે જર્જરિત મકાનો ધરાશાઈ થવાના બનાવો સામે આવ્યા હતા. તો સાથે સોલાર પેનલ પડવાની ઘટના પણ બની હતી. સુરતના અઢાજણ ખાતે આવેલ હનીપાર્ક રોડ પર અભિનવ સોસાયટીમાંથી એક સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી. જ્યાં ગાડી પર સોલાર પડતા વાહનને પણ નુકશાન થયુ હતું. જો કે સદનસીબે સોલાર પેનલ પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.