સુરતમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાનો ધજાગરો ઉડ્યો
પાંચ કે 10 નહી લગભગ 25 થી વધુ કાળા રંગની કારો
શેરસિંહ રાણાએ કારોની રેલી કાઢવામાં આવતા વિવાદ
સુરતમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાનો ધજાગરો ઉડ્યો છે, આ વખતે પાંચ કે 10 નહી લગભગ 25 થી વધુ કાળા રંગની કારોની રેલી કાઢવામાં આવી છે, જેને લઇ વિવાદ થયો છે.
આ કાળા કલરના કારોની રેલી કોઈ અન્ય વ્યક્તિ માટે નહીં પરંતુ હંમેશાથી વિવાદોમાં રહેનાર અને આપણા દીક્ષવી ધરાવનાર શેરસિંહ રાણા માટે સુરતમાં કાઢવામાં આવી હતી..શેરસિંહ રાણા ને ફુલનદેવીની હત્યા માટે જાણવામાં આવે છે.. જેના આરોપમાં તિહાર જેલમાં પણ શેરસિંહ રાણા રહી ચૂક્યો છે..શેરસિંહ રાણા સુરતની મુલાકાતે હતા, તેઓ આર જે પી એટલે રાષ્ટ્રીય જન લોક પાર્ટીના સંયોજક છે..સુરતમાં તેઓ એક કાર્યક્રમમાં આવ્યા હતા. ઓલપાડ વડોલી વાંકકીમ ખાતે તેમના પ્રોગ્રામ હતા, એરપોર્ટ પર તેમના સ્વાગત માટે 25 થી વધુ કાલા કલરની કાર લઈને તેમના સમર્થકો પહોંચી ગયા હતા.. વગર કોઈ પરવાનગી કારની રેલી કાઢવામાં આવી અને ત્યારબાદ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે..ઉલ્લેખનીય છે કે તમામ કારો કાળા રંગની છે.. તમામ લક્ઝેરિયસ કાર છે..અને આ રીલ પોતે ગુજરાત કરણી સેના યુવા કાર્યકારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકવામાં આવી છે..વિડીયોથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે દિવસ દરમિયાન પણ આ કાફલો કાઢવામાં આવ્યો હતો અને રાત્રે પણ વિડીયો બનાવવામાં આવ્યો છે જોકે હાલ આ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે..
