અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલી વધી,
સ્કૂલને એએમસી એસ્ટેટ વિભાગની શો કોઝ નોટિસ,
બાંધકામ માટેની મંજૂરી તેમજ પ્લોટ હેતુ ફેર માટે અપાઈ નોટિસ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં વધારો થયો છે, સેવન્થ ડે સ્કૂલને એએમસી એસ્ટેટ વિભાગે પાઠવી શો કોઝ નોટિસ, બાંધકામ માટેની મંજૂરી તેમજ પ્લોટ હેતુ ફેર માટે નોટિસ અપાઈ અને 21 નવેમ્બર સુધીમાં સેવન્થ ડે સ્કૂલને નોટિસનો જવાબ આપવો પડશે, જો 21 નવેમ્બર સુધી જવાબ નહીં મળે તો શરત ભંગ બદલ ભાડા પટ્ટાનો કરાર રદ કરાશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ICSE બોર્ડ હોવાથી ડીઈઓ તપાસમાં જઈ શકતાં નહોતા. જોકે તપાસ થતાં સ્કુલમાં મંજુરી વિના જ વર્ગો શરૂ કર્યાનું બહાર આવ્યું છે. એ સિવાય લીઝધારક અને સંચાલક સંસ્થા અલગ અલગ હોવાથી ભાડાકરારની શરતનો પણ ભંગ કર્યો છે. એ સિવાય AMC એ સ્કુલને માત્ર 10 હજારના ભાડાપટ્ટે જમીન આપી છે, છતાં FRC સમક્ષ સ્કૂલે ફી મંજુર કરાવવા 1.59 કરોડ ભાડું રજૂ કર્યુ હોવાનું સામે આવ્યું છે. શહેરના મણિનગર વિસ્તારની 10 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને ભણાવતી સેવન્થ ડે સ્કૂલ જ ગેરકાયદે ધમધમતી હોવાનો ભાંડો ફૂટયો છે. હાલમાં જે સ્થળ પર સ્કૂલ કાર્યરત છે ત્યાંની કોઈ મંજૂરી જ નહી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થી હત્યાની ઘટના બની હતી એ સ્કૂલ કેમ્પસના વર્ગોની મંજૂરીના આધારો શાળાએ રજૂ કર્યા નહી હોવાથી શાળા માન્યતા વિના ચાલતી હોવાનો ડીઈઓએ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ ફેરફાર, ટ્રસ્ટ ફેરફાર કે વધારાના વર્ગની મંજૂરી લેવાની સ્કૂલ દ્વારા તસ્દી લેવાઈ નથી. જેથી આ સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવે અથવા અન્ય ટ્રસ્ટને સોંપાય એવો સ્પષ્ટ અભિપ્રાય ડીઈઓએ રજૂ કર્યો હોવાનુ શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. ઘટના બાદ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલમાં તપાસ શરૂ કરાઈ હતી. બોર્ડ અને નિયામક કચેરીની સુચના અન્વયે ડીઈઓ રોહિત ચૌધરીએ બે તપાસ કમિટી બનાવી હતી……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
