સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
હજીરા ખાતે બેફામ કાર ચાલકે રસ્તા કિનારે જતા યુવાનને અડફેટે લીધો
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે હજીરા ખાતે બેફામ કાર ચાલકે રસ્તા કિનારે જઈ રેહલા યુવાનને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરતના હજીરા વિસ્તારમાં બેફામ કાર ચાલકે રસ્તા કિનારે જઈ રહેલા યુવકને અડફેટે લીધો હતો. યુવક રોડની બાજુએ ચાલતો હતો ત્યારે અચાનક ઝડપથી આવતી કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બનાવને લઈ હજીરા પોલીસે સ્થળે દોડી જઈ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *