સુરતમાં માસુમ બાળાઓ સાથે છેડતીના વધી રહેલા કિસ્સા
ગાર્ડનમાં રમતી સાત વર્ષની બાળાને અડપલા
લોકોએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો
સુરતમાં માસુમ બાળાઓ સાથે છેડતીના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે ગાર્ડનમાં રમતી સાત વર્ષની બાળાને અડપલા કરનારને લોકોએ પકડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.
અડાજણ વિસ્તારમાં એક ગાર્ડનમાં રમી રહેલી સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર એક 20 વર્ષીય યુવકને લોકોએ ઝડપી પાડ્યો છે. બાળકીએ તેની માતાને જાણ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. લોકોએ આરોપીને મેથીપાક ચખાડી અડાજણ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
