સુરતમાં બકરી ઈદને લઈ ભારતીય ગૌરક્ષા મંચની માગ
નિયત સ્થળોએ પાડા અને ભેંસોની કતલ અટકાવવામાં આવે!
આગામી દિવસોમાં મુસ્લિમોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પ્રશાસન દ્વારા નિયત કરેલા સ્થળો સિવાય પાડા અને ભેંસોની જમા ખોરી ન થવા દેવા અને ગેરકાયદેસર પશુઓની કુરબાની અટકાવવાની માંગ સાથે આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
ગુજરાત રાજ્યમાં પાડા અને ભેંસોની ગેરકાયદેસર હત્યા ન થાય તેના માટે ના કાયદાઓ પણ છે પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારોમાં બકરી ઈદ ના નામે નિર્દોષ ભેંસો અને પાડાની કુરબાનીના નામે કતલ કરવામાં આવે છે. બકરી ઈદનો તહેવાર નજીક હોવાથી અમુક પશુ તસ્કરો હાલમાં જ ગેરકાયદેસર પાડા અને ભેસોનું સંગ્રહ તંત્રની પરમિશન ના હોય તેવી જગ્યાઓ પર કરતા હોય છે. માટે મૂંગા નિર્દોષ પશુઓનો જીવ બચાવવો એ પ્રશાસનનું કામ છે. તેમ છતાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર પાડા અને ભેંસોની સુરત શહેરમાં કતલ થાય છે તે પણ સત્ય છે. માટે આગામી સાવચેતીના પગલાં લઈ ગેરકાયદે પશુઓ સંગ્રહ કરતા હોય અને પરમિશન વગર વેપાર કરતા હોય તેવા સ્થળોએ બાજ નજર રાખી નિર્દોષ પશુઓની કતલ ન થાય અને માત્ર રાજ્ય સરકાર દ્વારા આદેશો મુજબ કુરબાનીની જે કંઈ પરમિશન હોય તેવા જીવોની કુરબાની કરી તહેવાર મનાવે તેમાં કોઈની લાગણી ના દુભાય. પરંતુ તહેવારના નામે કુરબાની માત્ર સુરત શહેરમાં મોટી સંખ્યામાં થતી હોય છે. તે અટકાવવી ખૂબ જરૂરી છે માટે એવી કોઈ પણ ગેરકાયદેસર જગ્યા ઉપર પશુનો સંગ્રહ હમણાંથી જ ન થાય તે જરૂરી છે તે બાબતે ખુબ કડક હાથે કામ લઈ આગામી સમયમાં કાયદો વ્યવસ્થા ને નુકસાન ન થાય તેવું કાર્ય કરવા માંગ કરાઈ હતી. સાથે એમ પણ જણાવાયુ હતું કે સુરત શહેરમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે જેમ કે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે સિગ્નલની વ્યવસ્થા હેલ્મેટનું સંપૂર્ણપણે પાલન કરવામાં આપ ખૂબ સફળ થયા છો. એમ કુરબાનીના નામે ગેરકાયદેસર પશુઓની કતલ કરવાની પ્રથા પણ વધી રહી છે તેને સંપૂર્ણપણે રોકવી પણ એટલી જ જરૂરી છે અમોને પૂરો વિશ્વાસ છે કે આપ આ બાબતે કડક કાર્યવાહી કરી ગેરકાયદે પશુ સંગ્રહ કરનાર તત્વોને અટકાવવા ખૂબ જરૂરી છે. માત્ર પ્રશાસનિક નિયત કરેલા સ્થળો પર નિયત કરેલા જાનવરોનું વેચાણ થાય તે જરૂરી છે જેથી કોઈને લાગણી દુભાય નહી તહેવારોના નામે નિર્દોષ પશુઓની કતલ ન થાય તે અપેક્ષા મુજબ કાર્યવાહી જરૂરી છે તેવી માંગ કરાઈ હતી.
—————————————