જૂનાગઢમાં ગુજસીટોકના આરોપીઓના દબાણ પર દાદાનું બુલડોઝર
3 કરોડ રૂપિયાની 2 હજાર 335 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર
જસીટોકના આરોપી કુખ્યાત આરોપી કાળા દેવરાજના દબાણો દૂર કરાયા
રાજ્ય સરકારે અસામાજિક તત્વો અને ગુનેગારો સામે કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પોલીસે પોતાની 100 કલાકની કાર્યવાહી મુજબ આજે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા આવારા તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું
જૂનાગઢમાં ગુજસીટોકના આરોપી કુખ્યાત આરોપી કાળા દેવરાજએ ગાંધીગ્રામ વિસ્તારમાં એક-બે નહીં પણ અલગ અલગ ચાર જગ્યાઓ પર સરકારી જમીન પચાવી પાડી હતી અને ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કલેક્ટર અનિલ રાણાવસીયાએ આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈ પૂર્વક કાયદાકીય કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. અગાઉ પણ શહેરમાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે, ત્યારે આજે ગાંધીગ્રામ વિસ્તારમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.કલેક્ટરએ સ્પષ્ટ કર્યું હતું કે, આજે ગાંધીગ્રામ વિસ્તારમાં અલગ અલગ આઠ જગ્યાઓ પરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે. દબાણ કરનારા ઈસમોને વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. રાણાવસીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ડિમોલેશનની કામગીરી આગામી સમયમાં પણ શરૂ રાખવામાં આવશે. દબાણ કરનાર ચના રાણા મોરી વિરુદ્ધ 5 જેટલા ગુના, અજય રૂડાભાઈ કોડીયાતર વિરુદ્ધ 10 જેટલા ગુના, આલા સિદી ભાઈ રાડા વિરુદ્ધ 13 જેટલા ગુના નોંધાયેલા છે. આ તમામ આરોપીઓ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં કરેલા ગેરકાયદેસર બાંધકામોને આજે વહીવટી તંત્ર દ્વારા ધ્વસ્ત કરી દેવાયા હતા.
જૂનાગઢ પોલીસે પોતાની 100 કલાકની કાર્યવાહી મુજબ આજે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં દબદબો ધરાવતા આવારા તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.આ કાર્યવાહીમાં, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અનેક આરોપીઓ દ્વારા સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલેશનની કાર્યવાહીમાં અંદાજે 2400 સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી, જેની બજાર કિંમત ૩ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આજે થયેલા ડિમોલેશનમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધિત ગુનાઓ, પ્રોહિબિશન, ધાકધમકી અને મારકૂટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ જૂનાગઢ પોલીસ અન વહીવટી તંત્રની અલગ અલગ ટીમો દ્વારા આ વિસ્તારમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
