સુરત : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે
કાર્યક્રમમાં ભાગ લેવા વિશ્વકર્મા સુરત આવ્યા હતાં
જગદીશ વિશ્વકર્માનું સુરતમાં ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સુરતની મુલાકાતે આવી પહોંચતા સુરત એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા હતાં. સુરત એરપોર્ટ પર ઉતરાણ કરતા જ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરાયુ હતું. સુરત જિલ્લામાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવા વિશ્વકર્મા સુરત આવ્યા હતાં. તો સુરત એરપોર્ટથી જગદીશ વિશ્વકર્મા સીધા જ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોચ્યા અને ત્યાં સી.આર. પાટીલ સાથે હળવો નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ કડોદરા ચાર રસ્તા ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતાં.
