ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીની હદમાં ચોરીના ગુના
લક્ઝુરિયસ કારની ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચએ ઉકેલ્યો
સંજય ચુનીલાલ મોવલીયાને ઝડપી પાડ્યો
ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીની હદમાં થયેલી લક્ઝુરિયસ કારની ચોરીના ગુનાનો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનતા બનવો અટકાવવા અને વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે નવસારી જીલ્લાના નવસારી રૂરલ પોલીસ મથકની હદમાં ગ્રીડ પાસે ફનસીટી હોટલ નજીક ખોડીયાર મોટર્સ ગેરેજમાંથી સંજય ચુનીલાલ મોવલીયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બે લક્ઝરીયર્સ ટોયટા કંપનીની ફોર્ચ્યુનર કાર કબ્જે લીધી હતી. આરોપી એ જણાવ્યુ હતુ કે તેના સગાનાના ભાઈ અતુલ આ કાર ક્યાકથી લાવ્યો હોય અને ગેરેજ પર રહી કારની સર્વિસ કરતો હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે તપાસ કરતા ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાંથી કારની ચોરી થઈ હોવાનુ સામે આવ્યુ છે.
