રાજકોટમાં કોળી સમાજના બે અધિવેશનથી વિવાદ
કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન
પ્રવીણ કોળીએ સમાજના નેતાઓ પર સાધ્યું નિશાન
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ બંને અધિવેશનો અંગેપ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દિલ્હીમાં બંને કાર્યક્રમો સફળ રહ્યા હોવા છતાં સમાજને તેનો કેટલો લાભ મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે દિલ્હીમાં એક જ સપ્તાહમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાતા સમાજના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે અધિવેશન યોજાયું, તો બીજી તરફ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાના સમર્થનમાં કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયામાં અલગ અધિવેશન યોજાતા સંગઠનમાં સત્તાસંઘર્ષ વધુ સ્પષ્ટ બન્યો છે. પ્રવિણ કોળીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષપદને લઈને મામલો હાલ કોર્ટમાં વિચારાધીન હોવાથી અંતિમ નિર્ણય ન ત્યાં સુધી નવી ચૂંટણી યોજી શકાય નહીં. તેમના મતે સંગઠનની એકતા જાળવવી સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ બંને અધિવેશનો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દિલ્હીમાં બંને કાર્યક્રમો સફળ રહ્યા હોવા છતાં સમાજને તેનો કેટલો લાભ મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે. તેમણે આક્ષેપ કર્યો કે, સમાજના હિત કરતાં કેટલાક નેતાઓ રાજકીય રોટલા શેકવામાં વધુ વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂને દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયામાં કુંવરજી બાવળિયાના સમર્થનમાં અધિવેશન યોજાયું હતું. જ્યારે 21 જૂને વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, હીરા સોલંકી, કનુ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
