ગુજરાત સમાચારના દરોડાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ

Featured Video Play Icon
Spread the love

ગુજરાત સમાચારના દરોડાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ
ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સેવાદળના લાલજી દેસાઇ પત્રકાર પરિષદ કરી
મોદી – અમિત શાહ તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

ગુજરાત સમાચાર અને જીએસટીવી પર આઇટી-ઇડી ના દરોડાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સેવાદળના લાલજી દેસાઇ પત્રકાર પરિષદ કરી હતી અને મોદી-અમિત શાહ તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

જિગ્નેશ મેવાણીએ આજે કહ્યું હતું કે પહેલગામ હુમલાને કારણે જે રીતની તંગદિલિ માહોલ આખા દેશમાં છે, આખો દેશ એમ જાણવા માંગે છે કે પહેલગામની ઘટના માટે જે આતંકવાદી જવાબદાર છે તેમની મોદી સરકાર ધરપકડ ક્યારે કરશે ? ભાજપ પાસે તેનો કોઇ જવાબ નથી. તેમની ધરપકડ કરવાની જગ્યાએ આ મુદ્દા પર સવાલ ઉઠાવનારા ગુજરાત સમાચારના માલિક-મેનેજિંગ ડિરેક્ટરને ટાર્ગેટ કરવા તે ભાજપ સરકારના વલણને દર્શાવે છે. પહેલગામના આતંકીઓને પકડીને કાર્યવાહી કરવી સરકારની પ્રાથમિકતા નથી. મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ – AICC તરફથી આ ઘટનાની નિંદા કરીએ છીએ. ભાજપ સરકાર સ્પષ્ટ કરે કે સવાલ પૂછવા પર ગુજરાતમાં શું પત્રકારોને ટાર્ગેટ કરાશે ?

પહેલગામ હુમલામાં વારંવાર મોદીજીને એક્સપોઝ કરતા હતા. છેલ્લા 6 વર્ષ દરમિયાન અનેક વખત ED અને ઇન્કમટેક્સે બાહુબલિ શાહ, શ્રેયાંશ શાહ અને ગુજરાત સમાચારને અનેક સવાલ પૂછ્યા. ગુજરાતમાં 2002 રમખાણ હોય, નકલી એન્કાઉન્ટર હોય, ભાજપનો ભ્રષ્ટાચાર હોય, ગૌચરની લૂંટ હોય કે પછી જમીન સંશાધનની લૂંટ હોય. આ બધા સવાલોને ગુજરાત સમાચાર અવિરતપણે ઉઠાવતું રહ્યું છે. 25 વર્ષથી જે રીતે મોદી-અમિત શાહ ભાજપ વિરૂદ્ધ લખતુ હતું જેને કારણે બદલો લીધો છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *