ભરૂચના વાલિયામાં ભાજપના 2 આગેવાનો વચ્ચે માથાકૂટ
સેવંતુ વસાવા અને અલ્પેશ વસાવા આમને-સામને
કારને સાઈડ આપવા બાબતે ઉગ્ર બબાલ
ભરૂચના વાલિયામાં કારને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતમાં ભાજપના બે આગેવાનો સેવંતુ વસાવા અને અલ્પેશ વસાવા આમને-સામને આવી ગયા હતા. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે
ભરૂચના વાલિયા તાલુકામાં ભાજપના બે જાણીતા અગ્રણીઓ—સેવંતુ વસાવા અને અલ્પેશ વસાવા વચ્ચે રસ્તા પર વાહનને સાઈડ આપવા જેવી તદ્દન નજીવી બાબતે વિવાદ શરૂ થયો હતો. જોતજોતામાં આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે બંને નેતાઓ અને તેમના સમર્થકો એકબીજાની સામે આવી ગયા હતા. રસ્તાની વચ્ચોવચ થયેલી આ ગરમાગરમી અને બોલાચાલીને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે.
આ ઘટના બાદ વાલિયાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બંને નેતાઓ એક જ પક્ષના હોવા છતાં આ રીતે જાહેરમાં બાખડતા પક્ષની છબી ખરડાઈ હોવાની વાતો પણ વહેતી થઈ છે. હાલમાં મામલો શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિવાદ એટલો વકર્યો છે કે આ મામલે પોલીસ ફરિયાદ કે સંગઠન સ્તરે કોઈ મોટા એક્શન લેવાય છે કે નહીં તે જોવું રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
