સમાજસેવક છોટુ પાટિલની 61મી જન્મજયંતિની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સમાજસેવક છોટુ પાટિલની 61મી જન્મજયંતિની ઉજવણી
છોટુ પાટિલએવું અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી
ગરમીથી રાહત મેળવવા ગુકોન સી પાવડરનું વિતરણ કરાયું

છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલ્વે પીએસી સભ્ય, સમાજસેવક છોટુ પાટિલની 61મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલ્વે પીએસી સભ્ય, સમાજસેવક છોટુ પાટિલની 61મી જન્મજયંતિ નિમિત્તે તા.17/04/2025 ગુરુવાર ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ સંચાલિત પાઠદાન કેન્દ્ર વ્યારા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરીવાર, યુથ ફોર ગુજરાત અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ બેગ, સ્કેચ પેન તથા ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ગુકોન સી પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિધવા બહેનોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સમાજને એક ઉમદા અને ઉત્તમ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું હતું.વ્યારા શહેરના અગ્રણી મહાનુભાવો, રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો, ડો.હેડગેવાર સ્મૃતિ સમિતિની બહેનો, ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ, વડીલો અને SMAP ભારતના કો ઓર્ડીનેટર સુનિલ પાટીલ ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી….સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિંદ ટીવી ન્યૂઝ તાપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *