ભાવનગર સીએસએમસીઆરઆઈએ રચ્યો ઇતિહાસ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર સીએસએમસીઆરઆઈએ રચ્યો ઇતિહાસ
યુટીઆઈ ની દવા 6 કલાકમાં નક્કી કરનારી યુ-એએસટીકીટ તૈયાર
મૂત્ર માર્ગમાં થતુ યુરીનરી ટ્રેક ઇન્ફેક્શનનું સરળ અને સચોટ નિદાન

હવે મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે અને એ પણ માત્ર 15 રૂપિયાના ખર્ચે બનેલી કિટથી.

યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ટેસ્ટ પહેલાં 1 હજારથી માંડીને 3 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો અને એનો રિપોર્ટ આવતાં 36 થી 48 કલાક થતા હતા. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે, જે દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે. CSMCRIના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.એસ. હલદર અને પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ કાંતિ ભૂષણ પાંડે તેમજ તેમની ટીમે 5 થી 6 વર્ષની મહેનત બાદ આ કિટ વિકસાવી છે, જેનાથી યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની ઓળખ ફક્ત 6થી 9 કલાકમાં થઇ જશે. આ કિટ ફક્ત 10 થી 15 રૂપિયામાં બને છે, જેનો ઉપયોગ ઓછી તાલીમથી હેલ્થ વર્કર્સ કરી શકે છે અને ઠંડા સ્ટોરેજ વગર સંગ્રહ પણ કરી શકાય છે. આ ટેસ્ટ ઘરે જ થઇ શકશે, લેબોરેટરીમાં જવાની જરૂર નહીં પડે. ઝડપી અને ચોક્કસ રિપોર્ટ આવવાથી સારવારનું પ્રમાણ પણ સુધરશે, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન મહિલાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શનની ઓળખ મોડી થવાથી ઘણી વખત કિડની ઇન્ફેક્શન અથવા ગંભીર તકલીફ થતી હોય છે.

પુરુષ કે સ્ત્રીનું યુરિન સેમ્પલ લઇને 6 થી 9 કલાક એના પર પ્રક્રિયા કરવાની હોય છે. આ મેમ્બ્રેન છે. આ મેમ્બ્રેન કિટને સેમ્પલમાં નાખ્યા બાદ જો કોઇ કલર ન આવે તો સમજી લેવું કે બેક્ટેરિયા ખતમ થઇ ગયા છે. જો સેમ્પલનો કલર બદલાઇને ગુલાબી થઇ જાય તો સમજી લેવાનું કે બેક્ટેરિયા છે અને દવા કામ નથી કરી રહી. નરી આંખે પણ આ પરિણામ જોઇ શકાય છે. આ કિટ અનોખી છે, કેમ કે એ ઓછા સમયમાં સચોટ રિઝલ્ટ આપે છે. કિટ સામાન્ય લોકો ઉપયોગ કરી શકે એ માટે બનાવાઇ છે. આના ઉપયોગ માટે કોઇ સ્કિલ ટેક્નિશિયનની જરૂર નથી. કોઇ કિટ ડેવલપ કરવામાં કોઇ સમયમર્યાદા નથી હોતી, પણ આ કિટ બનાવવા પાછળ અમારી 5 થી 6 વર્ષની મહેનત છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *