સુરતમાં પતરાના શેડના ભંગારના ગોડાઉનમાં આગ
પતરાના ડોમમાં આગ લાગવાથી થયું લાખોનું નુકસાન
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ડભોલી રોડ પર આવેલ મનીષ નગર પાસે પતરાના શેડના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતુ થઈ ગયુ હતું. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના ડભોલી રોડ મનીષ નગર પાસે પતરાના શેડના ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર આગ લાગતા ફાયર વિભાગ દોડતુ થઈ ગયું હતું. તો થોડા દિવસ પહેલાં પણ પતરાના ડોમમાં આગ લાગવાથી લાખોનું નુકસાન થયું હતું. ફાયર દ્વારા 8 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો ભંગારના કચરામાં ફરી એકવાર આગ લાગતા ડભોલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અગાઉ લાગેલી આગમાં પ્લાસ્ટિકનો બળેલો જથ્થો કોઈ કારણસર ફરી સળગતા આગ લાગવાનો કોલ મળતા ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.