સુરતમાં રફ્તારનો આતંક યથાવત
ડુમસ રોડ પર ટ્રકે યુવતીને કચડી
મિક્ષર મશીન ટ્રકે યુવતીને કચડી મારી
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં ફરી બેફામ ટ્રકના ચાલકે અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો છે. બેફામ મિક્ષર મશીન ટ્રકના ચાલકે મોપેડ ચાલક યુવતિને કચડી મારી હોવાની ઘટના બની હતી. તો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય બનાવને લઈ પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને તેમાં પણ કેટલાક બેફામ ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ડુમસ એરપોર્ટ રોડ પર ભારે મિક્ષર મશીન ટ્રકે યુવતીને કચડી મારી છે. વાત એમ છે કે મોપેડ ચાલક 22 વર્ષિય યુવતી યુક્તા ભગત એરપોર્ટ પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્ષર મશીન ટ્રકના બેફામ ચાલકે યુક્તા ભગતને કચડી મારી હતી. સવારે નોકરીએ જઈ રહેલી યુવતિને ટ્રકના ચાલકે કચડી મારતી હોવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો તો સ્થાનિકોએ બેફામ ટ્રકના ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.