ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ

Featured Video Play Icon
Spread the love

ગોપાલને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ
વિસાવદરમાં કેજરીવાલની ભાજપને ચેલેન્જ,
કોંગ્રેસને આડેહાથ લેતાં કહ્યું BJPની નોકરી કરે છે

ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 19 જૂન, 2025ના રોજ યોજાવાની છે અને 23 જૂને મતગણતરી કરાવશે. વિસાવદરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ બાદ જન આશીર્વાદ યાત્રા કરીને ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે 18 વર્ષથી તમે ભાજપને વિસાવદરમાં ઘૂસવા નથી દીધો. ગુજરાતમાં એની સરકાર છે, પણ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલા તમે કોંગ્રેસને વોટ આપ્યો પછી અમને સ્પોર્ટ કર્યો, પણ ભાજપે બદમાશી કરી પહેલાં કોંગ્રેસના હર્ષદ રિબડિયાને ખરીદી લીધા અને પછી દુર્ગાભ્યપૂર્ણ અમારા ભૂતપ ભાયાણીને પણ ખરીદી લીધા. હવે ફરી તમારે જવાબ આપવાનો છે. વિસાવદરવાસીઓ ભાજપ તમને ચેતવણી આપે છે કે તમે કોઇપણને જિતાડો, અમે તેને ખરીદી લઈશું, પણ આજે હું ભાજપને ચેલેન્જ કરવા આવ્યો છું કે આ વખતે અમે તમારી સામે અમારો હીરો ઊભો રાખ્યો છે. હું ભાજપને ચેલેન્જ કરું છું કે તમે ગોપાલને ખરીદી બતાવો તો કેજરીવાલ રાજકારણ છોડી દેશે.

આ વખતની વિસાવદરની પેટાચૂંટણી માટે અમે કોંગ્રેસને કહ્યું હતું કે તમે વિસાવદરમાં ઉમેદવાર ઊભો ન રાખો, પણ ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસ ન માની, એટલે આ વખતે તમારે કોંગ્રેસ અને ભાજપ બંનેને જડબાંતોડ જવાબ આપવાનો છે. અમારો ગોપાલ કોઇનાથી નથી ડરતો, તે તમારા માટે કાયમી લડતો રહેશે. ગોપાલ વિસાવદર માટે નહીં, આખા ગુજરાત માટે લડશે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 40 વર્ષથી ભાજપની સરકારનો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના પાયા હચમચાવવાનું કામ વિસાવદરની જનતાએ કરવાનું છે. હું તમારા ચહેરા પર ઉત્સાહ જોઇ રહ્યો છું, મને પૂરો વિશ્વાસ છે કે તમે મને જિતાડીને ભાજપને જડબાંતોડ જવાબ આપશો.

બીજી તરફ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઇ ડેમોક્રેટિક પાર્ટીએ અંતિમ ઘડીએ ઉમેદવારની બદલી કરી છે. અગાઉ જાહેર કરેલા ઉમેદવાર લાલજી કોટડિયાને તબિયતના કારણોસર બદલવા પડ્યા હોવાનું જણાવ્યું છે અને સ્થાનિક સ્તરે લોકપ્રિય અને અનુભવિત કાર્યકર કિશોર કાનકડને મેદાનમાં ઉતાર્યા છે. કિશોર કાનકડએ પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી તેમના ઉમેદવારો જાહેર નથી કર્યા. કોંગ્રેસ તરફથી સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે ઉમેદવારના નામની જાહેરાત થશે. ભાજપ તરફથી પણ ઉમેદવારની પસંદગી માટે પ્રદેશકક્ષાએ ચર્ચાવિચારણાનો ઝડપી દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *