સુરત જિલ્લા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
130 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા
હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો
હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ મેઘા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અમદાવાદ, સુરત સીટી બાદ હવે સુરત જિલ્લા પોલીસે પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશિઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ટાઉન માંથી 22,પલસાણા 29,કડોદરા 14,કામરેજ 20,કીમ 07, કોસંબા 13,ઓલપાડ 18,માંડવી 07 મળી કુલ 130 જેટલાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ને ઝડપી પાડી પોલીસે મેઘા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસના સર્ચ ઑપરેશન થી ગેરકાયદે વસતા બાંગ્લાદેશિઓમાં ફફડાટ મચી ગયો છે જોકે સુરત ગ્રામ્ય એલ. સી. બી /એસ. ઓ. જી /પેરોલ ફરલો સ્કોર્ડની ચાર ટિમ અને બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી, ઓલપાડ મળી 8 ટિમો એ જિલ્લામાં મેગા સર્ચ ઑપરેશન શરૂ કરતા જિલ્લામાં ફફડાટ મચી ગયો છે….