સુરતમાં 22 વર્ષીય યુવાનને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
યુવાનને દારૂ ન પિવા માટે માતા અને ભાઈએ ઠપકો આપ્યો હતો.
અગાઉ પણ કંપનીમાં દારૂ પિને મૃતકે માથુ ફોડી નાંખ્યુ હોવાનુ સામે આવ્યુ
સુરતમાં આપઘાતની વધતી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ દોડી થઈ ગઈ હતી.
સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવે છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાનને દારૂ ન પિવા માટે માતા અને ભાઈએ ઠપકો આપ્યો હતો. સાથે તેને ગામ જવાનુ કહેતા માથુ લાગી આવતા 22 વર્ષીય યુવાને પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી હતી. તો અગાઉ પણ કંપનીમાં દારૂ પિને મૃતકે માથુ ફોડી નાંખ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
