સુરતના માંડવીમાં આવેલો ‘માંડવી ડેમ ‘ કુદરતી સ્થળ
ડેમ પ્રકૃતિપ્રેમીઓ માટે નવું વીક એન્ડ ડેસ્ટીનેશન
શહેરની ભાગદોડથી જ્યારે શ્વાસ રૂંધાય, ત્યારે માણસ કુદરત તરફ વળે છે. આપણે જે શહેર કે નગરમાં રહેતા હોઈએ, તેની આસપાસ અનેક કુદરતી સ્થળ હોય છે. જો કે, આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. સુરત જિલ્લાના માંડવીમાં આવેલો ‘માંડવી ડેમ ‘આવું જ એક કુદરતી સ્થળ છે, જ્યાં સુરતના નગરજનો વિકેન્ડ માણવા જાય છે.
સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલો આમલી ડેમ પ્રકૃતિપ્રેમીઓ માટે નવું વીક એન્ડ ડેસ્ટીનેશન બની રહ્યો છે. ચારે તરફ પથરાયેલી વનરાજી અને પહાડોની હારમાળા વચ્ચે સ્થિત આ ડેમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. વીક એન્ડ માણવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનને બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે.
પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે. સ્થાનિક ઈકો-ટુરિઝમ સમિતિના સંચાલનને કારણે મુલાકાતીઓને વન્ય સંપદાની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહે છે. આ પર્યટન સ્થળ મનોરંજનની સાથે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે.
થોડા સમયમાં જ આમલી ડેમ લોકપ્રિય બની રહ્યો છે. અહી દર મહિને સરેરાશ 10 થી 12 હજાર પ્રવાસીઓ આવે છે. તે અહીં કુદરતનું સાનિધ્ય અનુભવે છે. આત્મીયતાનો અનુભવ કરે છે. આમ, આ સ્થળ પર્યટકોને નવી ઊર્જા આપતું પ્રવાસન કેન્દ્ર બની ગયું છે….
