મોડાસાના ખંભીસરની દીકરીની પ્લેન ક્રેશનો ભોગ બની

Featured Video Play Icon
Spread the love

મોડાસાના ખંભીસરની દીકરીની પ્લેન ક્રેશનો ભોગ બની
અમદાવાદમાં વિમાન ક્રેશ બાદ નવદંપતિની સ્વપ્ન રોળાયું
૧૯ જાન્યુઆરીએ જયશ્રી પટેલના થયા હતા લગ્ન
લગ્નના ત્રણ મહિના બાદ પતિ પાસે જઈ રહી હતી પત્ની
નવ દંપતીની નવી જીવનની શરૂઆત પહેલા જ થયો અંત

 

અમદાવાદ ખાતે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ છે જેમાં અરવલ્લી જિલ્લાની નવદંપતિની સ્વપ્ન રોળાયું.લગ્નના ત્રણ મહિના બાદ પતિ પાસે જઈ પત્ની રહી હતી.

અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં અરવલ્લી જિલ્લાની નવદંપતિની સ્વપ્ન રોળાયું. લગ્નના ત્રણ મહિના બાદ પતિ પાસે પત્ની જઈ રહી હતી. મોડાસાના ખંભીસરની દીકરીની પ્લેન ક્રેશનો ભોગ બની. ૧૯ જાન્યુઆરીએ જયશ્રી પટેલના લગ્ન થયા હતા. પતિ રાધે લંડનમાં પ્રાઇવેટ જોબ કરે છે.ગત જાન્યુઆરી માસમાં સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા. રાધે લંડનમાં પત્નીની રાહ જોઈ રહ્યો હતો. લગ્નના ત્રણ માસ બાદ વિઝા મળતા પતિ પત્ની મળવાના હતા.જયશ્રીબેનના પિતાના ગામ ખંભીસરમાં ઘેરો શોક જોવા મળ્યો છે.દીકરીને આપેલી વિદાય છેલ્લી વિદાય સાબિત થઈ. નવ દંપતીની નવી જીવનની શરૂઆત પહેલા જ અંત થયો. મૃતક જયશ્રીબેનના લગ્નના વીડીયો પણ સામે આવ્યા છે. જયશ્રીબેનનો એરપોર્ટ પરનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે. પરિવારજનોને છેલ્લી વખત બાય કહેતા વીડિયો આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *