સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત
પૂરપાટ ઝડપે આવેલી કારે સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે મારી ટક્કર
ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા
અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારે સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં કારચાલકની બેદરકારીથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની હતી. સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે કારે જોરદાર ટક્કર મારતા થાંભલો તૂટી રસ્તા પર પડ્યો હતો. અકસ્મતમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અચાનક થયેલા ધડાકાથી ઊંઘમાં રહેલા લોકો સફાળા જાગી ગયા હતા અને જીવ બચાવવા દોડધામ મચાવી હતી. અકસ્મતમાં કારને પણ ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ કાર મહિલા ચલાવી રહી હોવાની વાત સામે આવી છે. ઘટનાની જાણ થતાં વેસુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *