લિંબાયત પોલીસને વાહન ચોરીના ગુનામાં સફળતા
પાંડેસરા પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા
લિંબાયત પોલીસે બાળ કિશોર સહિત બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા
આરોપીઓ પાસેથી ચોરી કરાયેલું બાઈક કબજે કરાયું
સુરતની લિંબાયત પોલીસે પાંડેસરા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા બાળ કિશોર સહિત બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે કરી હતી.
સુરતમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ ટીમ મેદાને છે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોય ત્યારે સુરતની લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમના આધારે પાંડેસરા પોલીસ મથકમાં વાહન ચોરીમાં સંડોવાયેલા જયેશ ભાસ્કર પગારે અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે લઈ તેઓનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
