સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની અનોખી ઉજવણી
જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન
ત્રણ હજારથી વધુ લોકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરદાર સાહેબને યાદ કર્યા
સંગીત અને સાહિત્યના માધ્યમથી સરદાર સાહેબના જીવન
લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ હજારથી વધુ લોકોએ ઉપસ્થિત રહી સરદાર સાહેબના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને સંગીત અને સાહિત્યના માધ્યમથી જાણ્યું હતું.
સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રસેવાના સંકલ્પને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુરતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર ગાથાની પ્રસ્તુતિનો લાભ લીધો હતો. સરદાર સાહેબનું જીવન, તેમનો સંઘર્ષ, રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન અને અખંડ ભારતના નિર્માણમાં તેમની ઐતિહાસિક ભૂમિકાને સંગીત અને સાહિત્યના માધ્યમથી ભાવસભર રીતે રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લોકપ્રિય સાહિત્યકાર ઘનશ્યામ લખાણી સહિત વિવેક સાંખ્યલા, પ્રદીપ પાવરી, આશિષ શિંગાળા, પારસ સભાયા, પ્રત્યુષ વધાસિયા અને સંગીતા પટેલ જેવા જાણીતા કલાકારોએ પોતાની આગવી પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતા માનવસેવાનું માધ્યમ પણ બન્યો હતો. જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 25થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સરદાર સાહેબના વિચારો અને રાષ્ટ્રસેવાના સંકલ્પને યાદ કરી સમાજસેવા તથા રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. સરદાર સાહેબના વિચારોને સંગીતની સુરાવલિ અને સેવાકાર્યની ભાવના સાથે જીવંત કરતી આ સરદાર ગાથા સુરત માટે યાદગાર બની રહી હતી.
