સુરતમાં જીતો પ્રીમિયર લીગ 2026

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જીતો પ્રીમિયર લીગ 2026
ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું ભવ્ય લોન્ચિંગ
25 ખેલાડીઓ હવે કોલંબોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

સુરતથી રમતગમત જગતના મહત્વના સમાચાર સામે આવ્યા છે. જીતો પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 300 થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયેલા 25 ખેલાડીઓ હવે કોલંબોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે JITO પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું.24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન શ્રીલંકાના કોલંબોમાં યોજાનારી JITO પ્રીમિયર લીગમાં ગુજરાત ગ્લેડિયેટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.ટીમની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન મળ્યું છે.ટીમના માલિક નીતિન મહેતાના જણાવ્યા અનુસાર, ટીમનું નામ કોઈ કંપની કે કોર્પોરેટ ઓળખ પરથી નહીં, પરંતુ સીધું ‘ગુજરાત’ રાખવામાં આવ્યું છે. ગુજરાતને સાહસ, ઉદ્યોગસાહસિકતા, વિકાસ અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવાનો ટીમનો પ્રયાસ છે.

ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ પાંચ મુખ્ય સિદ્ધાંતો—સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ—પર આધારિત છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે વ્યક્તિગત પ્રદર્શનની સાથે ટીમ સ્પિરિટને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે.આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ગ્લેડિયેટર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. તેમનો ક્રિકેટનો અનુભવ અને ગુજરાત સાથેનું જોડાણ ટીમ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે .ટીમ લોન્ચ પ્રસંગે JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. JITO પ્રીમિયર લીગને રમતગમત સાથે પ્રતિભા, નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને સમાજને જોડતા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી છે. JPL 2026માં કુલ 12 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *