તાપી એસ.ઓ.જી.નો સપાટો

Featured Video Play Icon
Spread the love

તાપી એસ.ઓ.જી.નો સપાટો
67,046 ની એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાનનો જથ્થો જપ્ત
ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસ ની કલમો હેઠળ ગુનો દાખલ

સોનગઢના ચકવાણ ગામેથી બીએચએમએસ ડિગ્રીની આડમાં એલોપેથિક પ્રેક્ટિસ કરતો ‘બોગસ ડૉક્ટર’ ઝડપાયો

તાપી જીલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને સક્ષમ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને તાપી-વ્યારાના પોલીસ અધીક્ષક જે.એન.દેસાઈની સૂચના હેઠળ એસ.ઓ.જી. શાખા દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત સોનગઢના ચકવાણ ગામેથી એક કથિત બોગસ ડૉક્ટરને એલોપેથિક દવાઓના મોટા જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીનું નામ મનિષભાઇ પ્રકાશભાઇ સોનવણે હોવાનું બહાર આવ્યું છે. તાપી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.ડી.મંડોરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.પી.ગરાસીયાના માર્ગદર્શન હેઠળ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ.પો.કો. અક્ષયકુમાર કાંતિલાલને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, ચકવાણ ગામે બસ સ્ટેન્ડની બાજુમાં ભાડાના મકાનમાં એક ઇસમ કોઈ પણ પ્રકારના અધિકાર વગર ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે ગુનખડી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર શ્રી પ્રિયંકાબેન ચૌધરીને સાથે રાખીને પોલીસે બાતમીવાળી જગ્યાએ ઓચિંતી રેડ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *