સુરતમાં મહિલા સાથે અત્યારની ઘટના
સુરત પાલ વિસ્તરની ઘટના
પુત્રના પ્રેમલગ્નની માતાને તાલિબાની સજા
પ્રેમ લગ્ન કરનાર યુવક નહીં મળતા માતાને સજા
સુરતના પાલ વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની માતાનુ કારમાં અપહરણ કરી જઈ તાલીબાની સજાઈ અપાઈ હોય આ મામલે પોલીસે તપાસ હાથ ધરી સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના પાલ વિસ્તારમાં પુત્રએ કરેલા પ્રેમ લગ્નની તાલીબાની સજા માતાને અપાઈ હતી. પાલથી કારમાં મહિલાનું અપહરણ કરી જઈ રાંદેરની અંબિકા નગરમાં સોસાયટીમાં લઈ જઈ ક્રૂરતા આચરાઈ હતી. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક નહીં મળતા યુવાનની માતાને જાહેરમાં ફટકારાઈ હતી. મહિલાઓએ હદ વટાવી યુવાનની માતાને ગુપ્તાંગના ભાગે ચિમટા ભર્યા હતાં. જેને લઈ યુવતીના પિતા સહિત 11 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે ફરિયાદના આધારે પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર મહિલાઓને વોન્ટેડ જાહેર કરી છે. તો પોલીસે ધરપકડ કરેલા આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.