સુરતના સરથાણા પોલીસ મથક વિસ્તારમાં કલી બ્રાન્ડેડ સાબુ

Featured Video Play Icon
Spread the love

સુરતના સરથાણા પોલીસ મથક વિસ્તારમાં કલી બ્રાન્ડેડ સાબુ
પોલીસે નકલી બ્રાન્ડેડ સાબુ બનાવવાના ગોરખધંધા પર દરોડા પાડ્યા
જાણીતી કંપનીના નામ અને લોગોનો દુરૂપયોગ કરીને ડુપ્લિકેટ સાબુ તૈયાર

સુરતના સરથાણા પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે નકલી બ્રાન્ડેડ સાબુ બનાવવાના ગોરખધંધા પર દરોડા પાડ્યા હતા જ્યાંથી જાણીતી કંપનીના નામ અને લોગોનો દુરૂપયોગ કરીને ડુપ્લિકેટ સાબુ તૈયાર કરી બજારમાં વેચાણ કરાતું હોય પોલીસે લાખોના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરતાં નકલી બ્રાન્ડેડ સાબુ બનાવવાના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ કર્યો છે. કંપનીના અધિકૃત પ્રતિનિધિની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રાજભાઈ પ્રેમજીભાઈ ઘેવરીયા જાણીતી યામી ઘર શોપ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના લોગો અને બ્રાન્ડિંગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ડુપ્લિકેટ સાબુ તૈયાર કરી રહ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં તૈયાર નકલી સાબુ, વિવિધ કંપનીઓના ખાલી રેપર, બ્રાન્ડેડ સ્ટીકરો, પેકિંગ મટીરીયલ તેમજ સાબુ બનાવવાના સાધનો કબજે કર્યા હતા. દરોડામાં અંદાજે 6 લાખ 67 હજાર રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપી ગ્રાહકોને અસલી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ વેચી આર્થિક લાભ મેળવતો હોવાની કબુલાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધ્યો છે અને આ નકલી માલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *