એક જ દિવસમાં પાંચ લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ

Featured Video Play Icon
Spread the love

એક જ દિવસમાં પાંચ લૂંટની ઘટનાને આપ્યો હતો અંજામ
લિંબાયત પોલીસે સ્વબચાવમાં કર્યું હતું ફાયરિંગ
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો
પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા ફરી ફાયરિંગ
આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

સુરતમાં એક જ દિવસમાં પાંચ પાંચ લુંટની ઘટનાઓને અંજામ આપનાર એક લુંટારૂ પર લિંબાયત પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે તેના પર ફાયરિંગ કરતા હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરત શહેરમાં ત્રણ લૂંટ સહિત કુલ પાંચ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માં પરવેઝ મુશર્રફ અન્સારીને પકડવા જતા લિંબાયત પોલીસ પર જીવલેણ હુમલો કરતા તેના પર સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યુ હતું તો ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બીજા આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ દિલીપ યાદવને મેડિકલ સારવાર માટે લઈ જતી વખતે આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી થતાં ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *