સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુટ્યુબર નશામાં ધૂત

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુટ્યુબર નશામાં ધૂત
બેફામ રીતે કાર હંકારી બાઈક સવારોને અડફેટે લીધો
ગાડીમાંથી દારૂની બોટલો મળતા લોકોએ તેને મેથીપાક આપ્યો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુટ્યુબર દ્વારા બેફામ રીતે કાર હંકારી બાઈક સવારોને અડફેટે લીધો હતો. તો અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો મળતા લોકોએ તેને મેથીપાક આપ્યો હતો.

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે બે બાઇક સવારોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ ઈન્ફ્લુએન્સરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. કારચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો, ત્યારે તે નશામાં ધૂત હોવાનું જણાયું હતું. ફક્ત એટલું જ નહીં, કારની તપાસ કરતા અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. હાલ પોલીસે તેની અટકાયત કરી ઈજાગ્રસ્ત બાઈકરોને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *