WhatsApp એ નવા IT નિયમ 2021 ના પાલનમાં માર્ચ મહિનામાં ભારતમાં 47 લાખથી વધુ આપત્તીજનક એકાઉન્ટ્સના રેકોર્ડ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જે લોકો નિયમોનું પાલન નથી કરતા અને તેનું ઉલ્લંઘન કરે છે તેમના પ્રત્યે WhatsApp એ ખૂબ જ કડક કાર્યવાહી કરી છે. નવા આઈટી નિયમોના પાલનમાં માર્ચ મહિનામાં ભારતના યુઝર્સના 47 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ બ્લોક કર્યા છે. કંપનીએ સોમવારે આ અંગે જાણકારી આપી છે.
WhatsApp એ જણાવ્યું હતું કે વપરાશકર્તાઓ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલાં તા.1 માર્ચથી 31 માર્ચની વચ્ચે 47,15,906 WhatsApp એકાઉન્ટ્સ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને આમાંથી 16,59,385 એકાઉન્ટને સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વધુમાં કંપનીએ કહ્યું છે કે તા.1 માર્ચથી 31 માર્ચ વચ્ચે ફરિયાદ અપીલ સમિતિ તરફથી મળેલા 3 આદેશો હતા અને તેનું પાલન કરાયેલા આદેશો પણ 3 હતા.WhatsApp ના લાખો સોશિયલ મીડિયા વપરાશકર્તા ભારતીયઓને સશક્ત બનાવવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ગ્રીવન્સ અપીલ કમિટી (GAC) ની શરૂઆત કરી છે..
IT મંત્રાલયે ગયા મહિને સુધારેલા IT નિયમો, 2021 હેઠળ જરૂરી ત્રણ GAC ની સ્થાપના માટે સૂચના આપી હતી. મોટી ટેક કંપનીઓને કાબૂમાં લેવા માટે અને દેશના ડિજિટલ કાયદાને મજબૂત કરવા માટે નવી રચાયેલી પેનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અપીલ ઉપર ધ્યાન આપશે.
WhatsApp નો ભારતીયોને ઝટકો
