નિધિ હત્યા કેસમાં 200થી વધુ ફિંગરપ્રિન્ટ લેવાયા
હત્યા કેસની તપાસ માટે પોલીસની 20 ટીમો મેદાને
પહેલા 8 ટીમ, હવે વધારીને 20 ટીમ કરાઈ
નિધી હત્યાકેસમાં 200થી વધુના ફિંગરપ્રિન્ટ લેવાયા પહેલા 8 હવે 20 ટીમ, SITની રચના છતાં પોલીસને પગેરું મળતું નથી
સુરત જિલ્લા ના માંડવી તાલુકાના ગોદાવાડી – ગામે ચકચાર જગાવનાર નિધિ હત્યા કેસનો ભેદ ઉકેલવા અને હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે સુરત જિલ્લા પોલીસની 20 જેટલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આક્રમક તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાવનારા આ અરેરાટીભર્યા લૂંટ વિથ મર્ડરના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ શકમંદ વ્યક્તિઓના ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા હતા ઉન, કોસાડી, ગામતળાવ બુજરંગ, પુના, કાછીયા બોરી તેમજ હરિપુરા, કડોદ, બારડોલી, ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ફિંગરપ્રિન્ટ મેળવી અલગ-અલગ એંગલથી સઘન પૂછપરછ શરૂ કરી-છે. આરોપીઓનું ચોક્કસ પગેરું મેળવવા માટે પોલીસે ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારના ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા છે. નિધીની હત્યાની તપાસ માટે પહેલા જ દિવસથી 8 ટીમ મૂકવામાં આવી હતી હવે તેની સંખ્યા વધારીને 20 કરવામાં આવી છે..
