લાજપોર સેન્ટ્રલ જેલમાં 11 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન

Featured Video Play Icon
Spread the love

લાજપોર સેન્ટ્રલ જેલમાં 11 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન
મહાયજ્ઞમાં 150 જેટલા બંદીવાનોએ આહુતિ અર્પણ કરી
ગાયત્રી મહાયજ્ઞ થકી બંદીવાનોમાં સકારાત્મકતાનો સંદેશ

સુરત સચિન સ્થિત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા 11 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં જેલના આશરે 150 જેટલા બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યજ્ઞમાં આહુતિ અર્પણ કરી સકારાત્મક જીવન તરફ આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.

વીઓ :ગાયત્રી પરિવારના કાર્યકર્તાઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પ્રેરણાદાયી સંગીત સાથે યજ્ઞની વિધિવત ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બંદીવાનોમાં આત્મબળ વધારવા તેમજ ભૂતકાળને પાછળ છોડી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો. યજ્ઞ દરમિયાન બંદીવાનોને સંદેશ આપવામાં આવ્યો હતો કે, પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, પરંતુ સારા વિચારો અને શ્રેષ્ઠ કર્મો દ્વારા સન્માર્ગ પર આગળ વધી શકાય છે. કાર્યક્રમને સફળ બનાવવા લાજપોર જેલ પ્રશાસનનો સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે જેલના પી.આઈ. પી.ડી. હિહોરિયાનું ગાયત્રી મંત્ર અંકિત ઉપવસ્ત્ર ઓઢાડી તથા મિશનનું સાહિત્ય અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બંદીવાનોમાં આત્મચિંતનની ટેવ વિકસે તે હેતુથી તેમને મંત્ર લેખન પુસ્તિકા, બોલપેન તેમજ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું પ્રેરણાદાયી સાહિત્ય પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી ચેતના કેન્દ્ર અને ઉપઝોન સુરતના પુનાભાઈ પટેલ, બિપીનભાઈ ત્રિવેદી, દાહોદ-લીમડીના સરદારભાઈ લાભના સહિત સમગ્ર ગાયત્રી ચેતના કેન્દ્રની ટીમે મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *