સરથાણામાં ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ સામે રહીશોનો વિરોધ
સંત દેવીદાસ સોસાયટીના રહીશો રેલી સ્વરૂપે ઝોન ઓફિસ પહોંચ્યા
રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે રોષ
સુરતના સરથાણા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં ચાલતી કથિત ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે રહીશોનો વિરોધ ઉગ્ર બન્યો હોય સંત દેવીદાસ સોસાયટીના રહીશો આજે રેલી સ્વરૂપે સરથાણા ઝોન ઓફિસ પહોંચ્યા અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સંત દેવીદાસ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં કથિત રીતે ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે રહીશો રસ્તા પર ઉતર્યા છે. રહીશોનો આક્ષેપ છે કે કોમર્શિયલ વપરાશને કારણે ટ્રાફિક, પાર્કિંગ અને શાંતિ ભંગ જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. આજે 31 ઓગસ્ટના રોજ સોસાયટીના ગેટ પરથી મોટી સંખ્યામાં રહીશો રેલી સ્વરૂપે સરથાણા ઝોન ઓફિસ પહોંચ્યા હતા. રહીશોએ રહેણાંક વિસ્તારમાં ચાલતા કથિત ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશને તાત્કાલિક સીલ કરી બંધ કરાવવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરી હતી.
