સુરતની મેરિયટ હોટેલ સામે ગંભીર આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરતની મેરિયટ હોટેલ સામે ગંભીર આક્ષેપ
હોટેલની કૂકીઝમાંથી લાકડાના અણીદાર ટુકડા નીકળ્યાનો દાવો
કૂકીઝ ખાતા ગ્રાહકને ઈજા થતાં બચી ગયાનો આક્ષેપ

સુરતની જાણીતી મેરિયટ હોટેલ સામે ખાણીપીણીમાં બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. હોટેલના રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી કૂકીઝમાંથી લાકડાના અણીદાર ટુકડા નીકળતા ગ્રાહકને ઈજા થતાં બચી ગઈ હોવાનો આક્ષેપ કરાયો હતો.

સરતની જાણીતી મેરિયટ હોટેલના રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી કૂકીઝમાંથી લાકડાના અણીદાર ટુકડા મળી આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ કૂકીઝ મોંમાં મૂકતા જ તીક્ષ્ણ લાકડાનો ટુકડો મોંમાં વાગ્યો હતો અને ઈજા થતાં બચી ગઈ હતી. આ મામલે હોટેલ મેનેજમેન્ટે પોતાની ભૂલ સ્વીકારી હોવાનો ગ્રાહકે જણાવ્યુ હતું. જોકે, કેમેરા સામે કે લેખિતમાં નિવેદન આપવા મામલે મેનેજમેન્ટે ઈન્કાર કર્યો હોવાનનુ જણાવ્યુ હતું. સમગ્ર મામલે ગ્રાહક દ્વારા સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *