સુરતની સચીન પોલીસની જુગારધામ પર તવાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન પોલીસની જુગારધામ પર તવાઈ
જુગાર રમતા 11 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા
સચીન પોલીસે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું

સુરતની સચીન પોલીસે જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં જુગાર અને દારૂની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સુરતની સચીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે સચીન પારડી શીવનગરના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી દિપક કોગે, રાજેશ નાગરે સહિત 11 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 53 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *