ગાંધીનગર ખાતે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત
સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર યાત્રાનું સ્વાગત કર્યું
સેકટર 12 ના ઉમિયા મંદિર ખાતે સરદાર યાત્રાનું સ્વાગત કર્યું હતું
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની નિકળેલી ‘સરદાર સન્માન યાત્રા’ આજે તારીખ 15 સપ્ટેમ્બર ગાંધીનગર આવી પહોંચી હતી. આ યાત્રાનું સેકટર 12 ઉમિયા માતાના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની નિકળેલી ‘સરદાર સન્માન યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 80 જેટલી ગાડીઓ પણ જોડાઈ હતી. આ અવસરે ગાંધીનગરના રાજવી પરિવારોનું પણ ખાસ સ્વાગત કરાયું હતું. દેશના લોહપુરુષ, એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી એક ભવ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સરદાર સન્માન યાત્રા 2025 નામની યાત્રાનો શુભારંભ થયો છે. જે સમગ્ર ગુજરાતનાં જિલ્લે-જિલ્લે અને તાલુકે તાલુકે ફરશે. યાત્રાનો પ્રારંભ 11મી સપ્ટેમ્બર, 2025 ના રોજ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ સરદારની કર્મભૂમિ બારડોલીની પવિત્ર ધરતી પરથી આ યાત્રા 50 ગાડીના કાફલા સાથે પ્રસ્થાન કરી હતી. કુલ 12 દિવસની આ યાત્રા દરમિયાન સરદાર સન્માન યાત્રા 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોને આવરી લેવામાં આવનાર છે. ગુજરાતના ઉત્તરથી દક્ષિણ, કચ્છથી સૌરાષ્ટ્ર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સરદારના વિચારો અને એકતાનો સંદેશ ઘેર-ઘેર પહોંચાડી રહી છે. આજે સરદાર સન્માન યાત્રા ગાંધીનગરમાં આવી પહોંચી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
