સુરત ભાજપના વોર્ડ નંબર 29 ના ઉમેદવાર વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

સુરત ભાજપના વોર્ડ નંબર 29 ના ઉમેદવાર વિવાદમાં
ઉમેદવારની એફિડેવિટમાં અભ્યાસને લઈ સવાલો ઉભા થયા
પ્રામાણિકતા અને લાયકાત પર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ

સુરત ભાજપના વોર્ડ નંબર 29 ના ઉમેદવારની એફિડેવિટમાં અભ્યાસને લઈ સવાલો ઉભા થયા છે.

સુરત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં એક હાસ્યાસ્પદ વિગત સામે આવી છે. જેમાં સુરત બીજેપી ઉમેદવારની શૈક્ષણિક વિગતોમાં મોટો છબરડો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 29ના ઉમેદવારના ચુંટણી ફોર્મમાં એફિડેવિટ કરાઈ હતી જેમાં 1997માં બીએ પહેલાં 1996માં એમએ પૂર્ણ બતાવતા વિવાદ સરજાયો છે. જો કે હાસ્યાસ્પદ વિગત હોવા છતા પણ ચૂંટણી પંચે ફોર્મ મંજૂર કરતા સવાલો ઉભા થયા છે. ગંભીર છબરડાને પગલે ઉમેદવારની પ્રામાણિકતા અને લાયકાત પર સોશિયલ મીડિયામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો હવે ચૂંટણી પંચની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. પ્રાથમિક તપાસમાં જ દેખાતી ભૂલ બાદ પણ ફોર્મ રદ ન થતા જંગ ગરમાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *