સુરત વરીયાવી બજારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત
ઘર પાસે રમતી 4 વર્ષની બાળા પર શ્વાનનો હુમલો
શરીર પર 10 થી વધુ ઈજાના નિશાન
સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ વરીયાવી બજારમાં ઘર પાસે રમતી ચાર વર્ષની બાળા પર શ્વાને હુમલો કરતા હોસ્પિટલે ખસેડાઈ હતી.
સુરતમાં ફરી એકવાર શ્વાન નો આતંક સામે આવ્યો છે. સુરતના વરીયાવી બજાર નજીક 4 વર્ષની બાળકી કાવ્યા ગુપ્તા પર શ્વાને હુમલો કર્યો હતો. બપોરે બાળકી ઘર પાસે અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે શ્વાને હુમલો કર્યો હતો અને બાળાના માથા, કાન, ગાલ, આંખ સહિત શરીર પર 10 થી વધુ ઈજાના નિશાન કર્યા હતાં. જેથી બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બાળકીની પ્રાથમિક સારવાર ઈમરજન્સી વિભાગમાં કર્યા બાદ સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી હતી. હાલ તો શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો હોય જો કે તેમ છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ હોવાના આક્ષેપો સાથે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.
