સુરતના રિયલ એસ્ટેટ બજાર પર યુદ્ધની અસર જોવા મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના રિયલ એસ્ટેટ બજાર પર યુદ્ધની અસર જોવા મળી
વિશ્વ ભરમાં ચાલી રહેલી યુદ્ધની અસર જોવા મળી
આગામી સમયમાં ફ્લેટના ભાવમાં વધારો થવાની જાહેરાત કરી

વિશ્વ ભરમાં ચાલી રહેલી યુદ્ધની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ બજાર પર પણ જોવા મળી રહી હોય તેમ બાંધકામ ખર્ચમાં સતત વધારાને પગલે ક્રેડાઈ સુરતે આગામી સમયમાં ફ્લેટના ભાવમાં વધારો થવાની જાહેરાત કરી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને ઇંધણના વધતા ભાવોની અસર હવે સુરતના બાંધકામ ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. પેટ્રોલિયમના ભાવ વધતા પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ અને અન્ય બિલ્ડિંગ મટીરિયલ્સ મોંઘા બન્યા છે. ગેસ અને જીવનનિર્વાહ ખર્ચ વધતાં મજૂરી ખર્ચમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટ સતત વધી રહી છે. ક્રેડાઈ સુરતના ચેરમેન સંજય માંગુકિયાએ કહ્યુ હતુ કે અત્યાર સુધી ડેવલપર્સે વધેલા ખર્ચનો બોજ પોતાની રીતે સહન કર્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિને જોતા ફ્લેટની કિંમતોમાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે. પ્રોજેક્ટના તબક્કા અનુસાર ભાવવધારાનું પ્રમાણ અલગ હોઈ શકે છે, પરંતુ તેની સીધી અસર ઘર ખરીદનાર ગ્રાહકો પર પડશે.

ક્રેડાઈ સુરતના પ્રમુખ ડો. જીજ્ઞેશ પટેલે જણાવ્યું કે આગામી નવા પ્રોજેક્ટ્સ તેમજ અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં મિલકતોના ભાવમાં અંદાજે 5થી 10 ટકા સુધીનો વધારો થઈ શકે છે. પ્રતિ ચોરસ ફૂટ 200થી 400 સુધીનો વધારો પણ શક્ય હોવાનું જણાવાયું છે. ક્રેડાઈએ ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને ભાવવધારા પહેલાં જ સમયસર નિર્ણય લેવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *