સુરતની હજીરા પોલીસનું “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન
મોરાગામથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
આરોપી પ્રતિક મંગલદેવ પાંડેયને 0.740 કી.ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો
સુરતની હજીરા પોલીસે “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન અંર્તગત ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મોરાગામ ખાતે આવેલ ઘનશ્યામ પાર્ક-૨ સોસાયટીના મુન્નાભાઇ કેશરીના મકાનમાં પહેલા માળે આવેલ રૂમમાથી આરોપી પ્રતિક મંગલદેવ પાંડેયને 0.740 કી.ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧૫ હજારનો મુદામાલ કબજે લઇ આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દીશામાં તપાસ હાથ ધરી છે.