સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપ્યો
બહુચર્ચિત શિવાઝાલા ગેંગના સાગરીત સોહેલ શેખને ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બહુચર્ચિત શિવાઝાલા ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના જુદાજુદા પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ઝોન 2 સ્કવોડની ટીમે બાતમીના આધારે બહુચર્ચિત શિવાઝાલા ગેંગના સાગરીત સોહેલ શેખને કિન્નરી સીનેમા સામે ઓવર બ્રિજ નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
