સુરત ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપીઓને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપીઓને ઝડપ્યા
800 કરોડથી વધુના કૌભાંડમાં બિહાર તથા મહારાષ્ટ્રમાં ગુના
ગોપાલ શેખાવત અને સલીમખાન જિઆઉદ્દીન તસુરખાનને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ભારતમાં 54 જેટલા ગુનાઓ આચરી 800 કરોડથી વધુનુ કૌભાંડ કરનાર બિહાર તથા મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા બીજા રાજ્યોમાં ગુનાઓ આચરી ધરપકડ ટાળવા સુરત આવી રહેતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે સમગ્ર ભારતમાં 54 ગુનાઓ કરી 800 કરોડથી વધુનુ કૌભાંડ આચરનાર અને બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં 11 વર્ષથી વોન્ટેડ એવા 50 – 50 હજારના ઈનામી આરોપીઓ ગોપાલ મોહનસિંહ શેખાવત અને સલીમખાન જિઆઉદ્દીન તસુરખાનને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ એન માર્ટની ફ્રેન્ચાઈઝી આપવાના નામે ઠગાઈ આચરતા હોવાનુ સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *