સુરતના અલથાણ ભીમરાડ રોડ પર પ્રજ્ઞાચક્ષુ ઉપર બળાત્કાર

Featured Video Play Icon
Spread the love

સુરતના અલથાણ ભીમરાડ રોડ પર પ્રજ્ઞાચક્ષુ ઉપર બળાત્કાર
ટાઈલ્સ ફિટીંગનુ કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નિએ
પતિને વાત કરતા અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી

સુરતના અલથાણ ભીમરાડ રોડ પર નવી બંધાતી બિલ્ડીંગમાં ટાઈલ્સ ફિટીંગનુ કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નિને એક યુવાને ગેમ રમવાના બહાને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

સુરતની અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ-ભીમરાડ રોડ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં યુવક ટાઇલ્સ ફિટીંગનું કામ કરે છે કામ કરે છે અને 21 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ પત્ની સાથે ત્યાં જ રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાદીક આલમ હબીબુર રહેમાન પણ ટાઇલ્સ ફિટીંગનું કામ કરવા પંદર દિવસ અગાઉ આવ્યો હતો. મહિલા આલમને જોઈ શકતી ન હતી પરંતુ પતિ સાથે વાત કરતો હોવાથી તેના અવાજથી આલમને ઓળખતી હતી. તો આરોપીએ પ્રજ્ઞાચક્ષુને ગેમ રમવા લઈ જવાના બહાને તેનુ મોઢુ દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને લઈ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પતિને વાત કરતા અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી સાદીક આલમ હબીબુર રહેમાનને ઝડપી પાડી પીડિતાનું તબીબી પરિક્ષણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *