કેશોદના અજાબ ગામે પ્રેમ સંબંધમાં આત્મહત્યાનો પ્રયાસ
યુવક – સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
કેશોદના અજાબ ગામે પ્રેમ સંબંધના કારણે યુવક – સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો કેશોદ તાલુકાના અજાબ ગામે પ્રેમ સંબંધના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પડોશમાં રહેતા યુવક અને સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અજાબ ગામના ૬૬ કેવી પરામાં રહેતા બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પરિવારની સંમતિ ન મળતા અને સગીરાની ઉંમર ઓછી હોવાના કારણે પ્રેમલગ્ન શક્ય ન બનતા બંનેએ આ ગંભીર પગલું ભર્યું હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે અંદાજે ચાર વાગ્યાના સમયે બંને ગામની બહાર આવેલી વાડીએ ગયા હતા, જ્યાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા બંનેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને વાડીમાંથી બંનેને ગંભીર હાલતમાં મળ્યા હતા. તરત જ સરપંચને જાણ કરવામાં આવી હતી. સરપંચ ઘટનાની ગંભીરતા સમજી સ્થળ પર પહોંચ્યા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં કેશોદ સિવિલ અને પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
